ક્રિયાત્મક સંશોધન

                   ક્રિયાત્મક સંશોધન 

■ પ્રસતાવના :-

                  શિક્ષક પોતાના વર્ગખંડમાં શિક્ષણ કાર્યમાં અને શાળા પ્રવૃત્તિઓમાં કેટલીક સમસ્યાઓ અનુભવે છે. આ સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કારી ઉકેલ મેળવવનો માર્ગ એ ક્રિયાત્મક સંશોધન વડે પ્રાપ્ત થાય છે.
                  Action Research શબ્દનો સૌપ્રથમ ખ્યાલ ડી. સ્ટીફન કોરે એ ઈ.સ. 1957 માં આપ્યો. બ્રિટન નાં લોરેન્સ સ્ટેન્ડ હાઉસે " Teacher as a researcher " નો નવો ખ્યાલ પૂરો પાડ્યો.

■ વ્યાખ્યા :-

               " ક્રિયાત્મક સંશોધન એ સમસ્યાના વૈજ્ઞાનિક રીતે અભ્યાસની પદ્ધતિ છે, જેનાં દ્રારા શિક્ષક તેમના વ્યવહારની સુધારણા કરવાનો નિર્ણય કરે છે. "
                                               - સંશોધક સ્ટીફન કોરે 

              " ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. "
                                              - ગુણવંત શાહ 

                              

                            સમસ્યા 

શ્રી સહયોગ સરસ્વતી વિદ્યામંદિર નાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા બોલવામાં ખચકાટ અનુભવે છે.


 ■ કારણો :-
શાાળામાં અંગ્રેજી બોલી સકાય તેવું વાતાવરણ નથી.
● તેમનેં અત્યાર સુધીમાં અંગ્રેજીમાં બોલવાની જરૂર જ પડી નથી.
● તેમનામાં આત્મવિશ્વાસ ઓછો હોવાથી બોલતાં ખચકાટ અનુભવે છે.
● અંગ્રેજી શબ્દ માં શુદ્ધ ઉચ્ચારણ કરતા આવડતું ન હોય.
● અંગ્રેજી ભાષા ની પુરી સમજ ન હોય.
● શિક્ષકો તરફથી પુરું માર્ગદર્શન મળતું ન હોય.
● જો હું અંગ્રેજી માં સાચું નહીં બોલું તો મિત્રો મને ચીડવશે તેવી બીક વિદ્યાર્થી મા રહેલી હોય.
● તેમને સ્ટેજ પર બોલતા ડર લાગતું હોય.
● વર્ગમાં બધાની વચ્ચે બોલતાં શરમ આવતી હોય.
● તેમનાં શિક્ષકો તરફથી કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું ન હોય.


■ ઉપાયો :-


● જો વિદ્યાર્થીઓને ભણવાની સાથે રમતા રમતા જ્ઞાન આપવામાં આવે તો અંગ્રેજી બોલી શકે.
● તેઓને ગ્રામરનો પાયો પાકો કરાવવામાં આવે તો.
● તેઓની સ્પીચ સાંભળ્યા પછી પ્રોત્સાહન કે ઈનામ આપવામાં આવે.
● જો શિક્ષક તેમનાં મિત્રની જેમ માર્ગદર્શક બનીને માર્ગદર્શન આપે તો.
● જો તેઓને સ્ટેજ પર ઉભા રાખીને મહાવરો આપવામાં આવે તો.
●જે નબળા વિદ્યાર્થીઓ છે તેમનાં પર પર્સનલ ધ્યાન આપવામાં આવે તો તેઓ પણ અંગ્રેજી બોલતાં થશે.
● હાલના સમયમાં અંગ્રેજી ભાષાનું શું મહત્વ છે તેં વિદ્યાર્થીઓ ને જણાવવું જોઈએ.
● વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શુદ્ધ ઉચ્ચારણ કરતા શીખવવું જોઈએ.

Comments